ભિલોડના અસાલ જીઆઈડીસી ખાતે એક ફેકટરીમાં સરકારી ઘઉંનો જથ્થો ઝડપાયો

Featured Video Play Icon
Spread the love

ભિલોડના અસાલ જીઆઈડીસી ખાતે એક ફેકટરીમાં સરકારી ઘઉંનો જથ્થો ઝડપાયો
સરકારી ઘઉં ના કટ્ટા પર પંજાબ ગવર્મેન્ટ લખેલા 96 કટ્ટા મળી આવ્યા
ભિલોડા પુરવઠાની ટીમે પંચનામું કરી સરકારી ઘઉંનો જથ્થો સીઝ કર્યો

અરવલ્લી ના ભિલોડાના ભિલોડના અસાલ જીઆઈડીસી ખાતે એક ફેકટરીમાં સરકારી ઘઉંનો જથ્થો ઝડપાયો. અસાલ જી.આઈ. ડી.સી.માં આવેલ શરાફ એગ્રો પ્રો.પ્રા. લી માં ટેમ્પા માથી સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો.

સરકારી ઘઉં ના કટ્ટા પર પંજાબ ગવર્મેન્ટ લખેલા 96 કટ્ટા મળી આવ્યા. અરવલ્લી જિલ્લા એસ.ઓ.જી.અને ભિલોડા તાલુકા નાયબ મામલતદાર પુરવઠાની ટિમ ઘટના સ્થળે પહોંચી હતી. ભિલોડા પુરવઠાની ટીમે પંચનામું કરી સરકારી ઘઉંનો જથ્થો સીઝ કર્યો. હિંમતનગર દલાલ લાલાભાઈના મારફતે ગાડી નંબર:- RJ-27-GE-5628 અનાજનો જથ્થો મોકલવામાં આવ્યો હતો. સરકારી અનાજનો જથ્થો ક્યાં થી આવ્યો અને કોની રહેમ નજર હેઠળ કાળો કારોબાર ચાલી રહ્યો છે તે પણ એક સવાલ છે. ભિલોડા પુરવઠા અધિકારી અને જિલ્લા એસ.ઓ.જી.એ તપાસ હાથધરી આગળની કાર્યવાહી શુરુ કરી છે. અરવલ્લી જિલ્લા પુરવઠા અધિકારી સ્થળ તપાસ કરી સરકારી અનાજનો જથ્થો મોકલનાર અને લેનાર સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *