સુરત : સોના ચાંદીના દાગીના બનાવવાની લાલચે ઠગાઈ
પોલીસે નીશીત નરેન્દ્ર પચ્ચીગરને ઝડપી પાડ્યો
પોલીસે 9 લાખ 94 હજારના દાગીનાની મત્તા કબ્જે કરી
આર.એન. જ્વેલર્સના નામે સોના ચાંદીના દાગીના બનાવી આપવાની લાલચ આપી લોકો સાથે ઠગાઈ આચરનાર ઠગને અઠવા પોલીસે ઝડપી પાડ્યો છે.
અઠવા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આર.એન. જ્વેલર્સના નામથી સોના ચાંદીના દાગીના નવા નબાવી આપવાની લાલચ આપી લોકો સાથે ઠગાઈ આચરનાર રીઢા ઠગ કે જેણે 24 લાખ 14 હજારથી વધુની ઠગાઈ આચરી હોય તે અડાજણ ખાતે ગ્રીવેલી બીલ્ડીંગમાં રહેતા નીશીત નરેન્દ્ર પચ્ચીગરને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી પોલીસે 9 લાખ 94 હજારના સોનાના દાગીના તથા રોકડા રૂપિયા સહિત 10 લાખ 67 હજારથી વધુની મત્તા કબ્જે કરી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
