સુરત : રીક્ષામાં મુસાફરોના રોકડ કિંમતી વસ્તુઓની ચોરી કરનારાઓ ઝડપાયો
રીઝવાન મીર ખાન, સોયેબખાન પઠાણ અને અસલમ બડા કાઝીની ધરપકડ
આરોપીઓ રોકડ સહિતની મત્તાની ચોરી કરી હોવાની કબુલાત કરી
રીક્ષામાં મુસાફરોના ખિસ્સામાંથી રોકડ સહિતની કિંમતી વસ્તુઓની ચોરી કરનાર રીઢાઓને કાપોદ્રા પોલીસે ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા હતાં.
સુરતની કાપોદ્રા પોલીસની ટીમ પીઆઈ એમબી ઔસુરાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે અ.હે.કો. સંજય તથા અ.પો.કો. વિપુલ અને રઘુભાઈને મળેલી બાતમીના આધારે રીક્ષામાં મુસાફરોને બેસાડી બેસવામાં ફાવતુ ન હોવાનુ કહી તેઓના ખિસ્સામાંથી રોકડ અને કિંમતી ચિજવસ્તુઓની ચોરી કરી ભાગી છુટતા રીઢાઓ જેમાં રીઝવાન ઉર્ફે સમીર ખાન, સોયેબખાન ઉર્ફે બોખા પઠાણ અને અસલમ ઉર્ફે બડા કાઝીને ઝડપી પાડ્યા હતાં અને તેઓની પુછપરછ કરતા રીઢાઓએ કાપોદ્રા પોલીસ મથકની હદમાં મુસાફરના ખિસ્સામાંથી રોકડ સહિતની મત્તાની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. જેથી પોલીસે તેઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
