કાપોદ્રામાં સગીરાનું અપહરણ કરી છેડતી,
ચપ્પુ વડે ધમકાવી ઇજા પહોંચાડવાનો બનાવ
કાપોદ્રા પોલીસે નરાધમને ઝડપી પાડ્યો
કાપોદ્રાની સગીરાને બદકામ કરવાના ઈરાદે અપહરણ કરી જઈ ડરાવી ધમકાવી ચાકુ વડે ઈજા કરનાર નરાધમને કાપોદ્રા પોલીસે ઝડપી પાડ્યો છે.
સુરતની કાપોદ્રા પોલીસની ટીમ પીઆઈ એમબી ઔસુરાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે ગત 7 ઓક્ટોબરના રોજ કાપોદ્રા વિસ્તારમાંથી એક સગીરાને નરાધમ ચેતન ઉર્ફે કાનો રમેશ હડેતરા નામનો ઈસમ બદકામ કરવાના ઈરાદે અપહરણ કરી લઈ જઈ ચાકુ વડે ઈજા કરી ભાગી છુટ્યો હોય જે અંગે ગુનો નોંધાયા બાદ કાપોદ્રા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી એ.એસ.આઈ. રાજદીપ તથા અ.પો.કો. અર્જુનસિંહની બાતમીના આધારે નરાધમ ચેતન ઉર્ફે કાનો રમેશ હડેત્રાને ઝડપી પાડ્યો હતો અને તેની ધરપકડ કરી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
