અમરેલી: રાજુલાના કોવાયા ગામ નજીક સિંહોના ટોળાં જોવા મળ્યા..
પાનની દુકાન નજીક બ્રિજ નીચેથી 10 સિંહો એક સાથે નીકળ્યા ….
રાત્રિના સમયે 10 સિંહો શિકારની શોધમાં કોવાયા ગામે પહોંચ્યા….
પાનની દુકાન ચાલુ હોવાથી સિંહોનું ટોળું નજીક આવી પરત ફર્યુ ……
10 સિંહના ટોળાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો …..
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામમાં મોડીરાત્રે એકસાથે નવ સાવજ શેરીમાં દેખાયા હતા. શિકારની શોધમાં ગામમાં પ્રવેશેલા આ સિંહોનો વીડિયો વાઇરલ થયો છે, જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ છે.
વાઇરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે નવ સિંહોનું ટોળું ગામની શેરીઓમાં શ્વાનની માફક આંટાફેરા કરી રહ્યું હતું. એક દુકાન નજીકથી પણ એ પસાર થયા હતા, જ્યાં દુકાનદાર હાજર હતો. આ દૃશ્યો મોબાઈલના કેમરામાં કેદ થયાં હતાં. રાજુલા-પીપાવાવ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં સિંહોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આ કારણે સિંહો હવે રહેણાક વિસ્તારો તરફ વળી રહ્યા છે, જે અહીં રોજિંદી ઘટના બની ગઈ છે. અમરેલી જિલ્લામાં સિંહોની વસતિ સૌથી વધુ છે, ખાસ કરીને રાજુલા, જાફરાબાદ અને પીપાવાવ પોર્ટના દરિયાઈ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં તેમનો વસવાટ વધુ જોવા મળે છે.
