સુરતમાં હોપ ફોર હોપલેસ નિઃશુલ્ક હોમિયોપેથીક કેમ્પનુ આયોજન
આ વખતે ત્રણ સોથી વધુ દર્દીઓએ લાભ લીધો
સામાજિક આગેવાનો સહિત મહાનુભાવો પણ આ કેમ્પમાં જોડાયા
સુરતના ઉમિયાધામ મંદિરમાં આ વર્ષે પણ હોપ ફોર હોપલેસ નિઃશુલ્ક હોમિયોપેથીક કેમ્પનુ આયોજન કરાયુ હતુ જેનો 300થી વધુ લોકોએ લાભ લીધો હતો.
સુરતના ઉમિયાધામ મંદિર ખાતે છેલ્લા ઘણા વર્ષોથી હોપ ફોર હોપલેસ નિશુલ્ક હોમિયોપેથીક કેમ્પ નુ આયોજન કરવામાં આવે છે. જેમાં આ વખતે ત્રણ સોથી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. તો સામાજિક આગેવાનો સહિત મહાનુભાવો પણ આ કેમ્પમાં જોડાયા હતા. તો નિશુલ્ક કેમ્પમાં દવા પણ નીશુલ્ક આપવામાં આવતી હોવાનું મીડિયાને જણવાયુ હતું.
