વડગામમાં ‘ઓપરેશન દેવ’ હેઠળ બાળ તસ્કરીનો પર્દાફાશ.

Featured Video Play Icon
Spread the love

વડગામમાં ‘ઓપરેશન દેવ’ હેઠળ બાળ તસ્કરીનો પર્દાફાશ.
ધનપુરા પાસેના અપહરણ કેસમાં ખુલ્યું આંતરરાજ્ય નેટવર્ક.
એજન્ટ સુધી પહોંચવામાં પોલીસને ખાસ AI ની મદદ

બનાસકાંઠા પોલીસે આંતરરાજ્ય બાળ તસ્કરીનો પર્દાફાશ કરવા માટે શરૂ કરેલા ઓપરેશન દેવ હેઠળ મોટી સફળતા મેળવી છે. પોલીસે વધુ એક કિશોર અને તેલંગાણાના ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. આ સમગ્ર નેટવર્કના મુખ્ય એજન્ટ સુધી પહોંચવામાં પોલીસને ખાસ AI ની મદદ લેવામાં આવી હતી.

તારીખ 6 એપ્રિલે બનાસકાંઠાના વડગામ તાલુકાના ધનપુરા નજીકથી એક બાળકનું અપહરણ થયું હતું. ત્યારબાદ પોલીસે ઓપરેશન દેવ હાથ ધર્યું અને ગણતરીના કલાકોમાં જ બે શખ્સોની ધરપકડ કરી હતી. ઊંડાણપૂર્વકની તપાસમાં બંને શખ્સો આંતરરાજ્ય બાળ તસ્કરીના મોટા રેકેટ સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી. વડોદરા હાઈવે પરથી એક કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરની પૂછપરછ કરતા તેની પાસેથી 1.50 લાખ રોકડા અને મોબાઈલ મળી આવ્યા હતા. કુલ 1.80 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. બનાસકાંઠા એસપી પ્રશાંત સુમ્બેએ જણાવ્યું કે, “6 એપ્રિલે બાળકના અપહરણની ઘટના બાદ પોલીસે ઓપરેશન દેવ શરૂ કર્યું હતું. તપાસ દરમિયાન અગાઉ ૨ લોકોને ઝડપ્યા બાદ વધુ એક કિશોર સહિત કુલ 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. અલગ-અલગ ટીમો દ્વારા ટેક્નિકલ સર્વેલન્સ અને ખાસ કરીને AIનો ઉપયોગ કરીને મુખ્ય એજન્ટ સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં સફળતા મળી છે. હજુ આ રેકેટમાં વધુ લોકોની ધરપકડ થવાની અને ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે. પોલીસ સમગ્ર નેટવર્કની તમામ દિશાઓમાં તપાસ આરંભી છે

કિશોરની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે તેની માતા પણ આ જ ગુનામાં જેલમાં બંધ છે. તપાસમાં સમગ્ર નેટવર્કની કડીઓ તેલંગાણાના હૈદરાબાદ સુધી જોડાયેલી હોવાનું સામે આવ્યું. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી પોલીસે મુખ્ય એજન્ટ સહિત તેલંગાણાથી ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. આ ત્રણેય આરોપીઓ IVF સેન્ટરોમાં મહિલાઓને ભોળવીને સારું કમિશન મેળવવા માટે બાળકોને ખરીદી-વેચાણ કરતા હતા. પકડાયેલા આરોપીઓ બોદાશુ નાગારાજુ ઉર્ફે મુરગન વેકંટી, કાસરાપુ તીરૂપથી કસરાપુ મલ્લાલહ અને કેલેટી ગંગાધર ગંગારાજન છે. આ ત્રણેય પૈસા કમાવવા માટે શોર્ટકટ અપનાવી બાળકોની તસ્કરી કરતા હતા….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *