ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરિક્ષાઓ
સુરત ટ્રાફિક પોલીસ દ્વારા પરિક્ષાર્થીઓ માટે વિશેષ આયોજન
ટ્રાફિકની સમસ્યા ન થાય તે માટે વિશેષ આયોજન કરાયુ
26 મી ફેબ્રુઆરી એટલે કે ગુરૂવારથી ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરિક્ષાઓ શરૂ થઈ રહી છે ત્યારે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા પરિક્ષાર્થીઓને કોઈ ટ્રાફિકની સમસ્યા ન થાય તે માટે વિશેષ આયોજન કરાયુ છે.
સુરત શહેરમાં આગામી 26 તારીખથી શરૂ થતી બોર્ડની પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. મેટ્રોની કામગીરીને લીધે સર્જાતી ટ્રાફિકની સમસ્યાને પહોંચી વળવા માટે 80 થી વધુ પોલીસ જવાનો અને ફિલ્ડમાં 40 ટુ-વ્હીલર પેટ્રોલિંગ ટીમો તૈનાત કરવામાં આવી છે. જો કોઈ પરીક્ષાર્થી ટ્રાફિકમાં ફસાય અથવા વાહન બગડવાને કારણે સમયસર કેન્દ્ર પર પહોંચી શકે તેમ ન હોય, તો તે તાત્કાલિક હેલ્પલાઇન નંબર 74340 95555 અથવા 100/112 પર સંપર્ક કરી શકે છે. પોલીસ ટીમ વિદ્યાર્થીને જે-તે સ્થળેથી પિક-અપ કરી સુરક્ષિત રીતે સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવાની ખાતરી આપે છે જેથી વિદ્યાર્થીઓ કોઈપણ તણાવ વગર પોતાની પરીક્ષા આપી શકે.
