સુરતમાં બુધવારે કરૂણાંતિકા સર્જાઈ
વેસુ ખાતે રહેતા એક પરિવારનો સામુહિક આપઘાતનો પ્રયાસ
રૂપિયાની ઉંઘરાણીને લઈ માનસિક અને શારીરિક ત્રાસ
સુરતમાં બુધવારે કરૂણાંતિકા સર્જાઈ હતી. જેમાં વેસુ ખાતે રહેતા એક પરિવારે સામુહિક આપઘાતનો પ્રયાસ કરતા ત્રણના મોત નિપજ્યા હતા જ્યારે એક દિકરીની હાલત ગંભીર હોય હોસ્પિટલે સારવાર હેઠળ છે. તો રૂપિયાની ઉંઘરાણીને લઈ માનસિક અને શારીરિક ત્રાસ અપાતા આ પગલુ ભરાયુ હોવાનુ કહેવાય છે.
સુરતમાં કરૂણાંતિકા સર્જાવવાની ઘટના સામે આવી છે. સુરતના વેસુ વિસ્તારમાં સામુહિક આપઘાતની ઘટના બની હતી. સુરતના અત્યંત પોશ ગણાતા વેસુ વિસ્તારમાં આવેલી હેપી એલિગન્સ બિલ્ડિંગમાં એક જ પરિવારના ચાર સભ્યોએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં પતિ, પત્ની અને એક માસૂમ દીકરીનું મોત નીપજ્યું છે, જ્યારે બીજી દીકરીનો આબાદ બચાવ થયો છે. તો એવી માહિતી મળી હતી કે આ પરિવારના મોભીએ પોતાની પત્ની અને બે નાની દીકરીઓ સાથે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવીને અથવા અન્ય રીતે જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
જો કે આ ઘટનામાં પતિ, પત્ની અને એક 5 થી 7 વર્ષની માસૂમ દીકરીના કરુણ મોત નિજ્યુ છે. જ્યારે સદનસીબે આ ગોઝારી ઘટનામાં પરિવારની બીજી દીકરીનો બચાવ થયો છે. હાલ તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જ્યાં તેની સ્થિતિ પર ડોક્ટરો નજર રાખી રહ્યા છે. તો આપઘાત પહેલા એક સ્યુસાઈડ નોટ પણ લખાઈ હતી. સુસાઈડ નોટમાં વૈભવ રુંગટા નામના વ્યક્તિ દ્વારા રૂપિયા બાબતે અપાતા માનસિક અને શારીરિક ત્રાસનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. વેસુ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને સુસાઈડ નોટના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
