ભાવનગર શહેરના રીંગ રોડ પર અકસ્માત સર્જાયો
એક કારએ બાઈક પર સવાર બે લોકોને અડફેટે લીધા
કાબુ ગુમાવતા કાર રોડની સાઈડમાં ઉભેલા બંધ ટેન્કર પાછળ ઘૂસી ગઈ
ભાવનગર શહેરના રીંગ રોડ પર શ્રીજી પાર્ટી પ્લોટ સામે અકસ્માત સર્જાયો હતો. પુરપાટ ઝડપે આવી રહેલી એક કારએ બાઈક પર સવાર બે લોકોને અડફેટે લીધા હતા
ભાવનગરમાં અકસ્માત બાદ કાર ચાલક સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર રોડની સાઈડમાં ઉભેલા બંધ ટેન્કર પાછળ ઘૂસી ગઈ હતી. અકસ્માતનો અવાજ એટલો પ્રચંડ હતો કે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકત્ર થયા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 જાણ કરતા ઘટના સ્થળે પહોંચી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત બંને બાઈક સવારોને સારવાર માટે સર ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે કાર ચાલકને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. જો કે સર ટી હોસ્પિટલ ખાતે ફરજ પરના ડોક્ટરોએ બંને બાઈક સવારોને તપાસ બાદ મૃત જાહેર કર્યા હતા. અને બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માત અંગેની વધુ તપાસ હાથ ધરી હતી..
