નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટે વધુ એક મોટી સુવિધાનો ઉમેરો

Featured Video Play Icon
Spread the love

નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટે વધુ એક મોટી સુવિધાનો ઉમેરો
ડાયાલિસીસ-આઈસીયુની બેડ ક્ષમતા વધારી,
ઓર્ગન ડોનેશન માટે ખાસ આઈસોલેશન આઈસીયુ શરૂ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરીયા

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટે વધુ એક મોટી સુવિધાનો ઉમેરો કરવામાં આવ્યો છે. ડાયાલિસીસ અને આઈસીયુની બેડ ક્ષમતામાં વધારો કરવાની સાથે ઓર્ગન ડોનેશનના દર્દીઓ માટે ખાસ આઈસોલેશન આઈસીયુ પણ શરૂ કરવામાં આવ્યું છે. તો આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરીયા હાજર રહ્યા હતાં.

સુરતની નવી સિવિલ હોસ્પિટલની કિડની બિલ્ડિંગમાં અદ્યતન તબીબી સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાની ઉપસ્થિતિમાં આ સુવિધાઓ દર્દીઓ માટે શરૂ કરવામાં આવી હતી. ડાયાલિસીસ સેન્ટરની બેડ ક્ષમતા હવે 14થી વધારીને 30 બેડ કરવામાં આવી છે. જ્યારે મેડિકલ અને સર્જિકલ આઈસીયુની ક્ષમતા 10થી વધારીને 20 બેડ કરાઈ છે. આ ઉપરાંત ઓર્ગન ડોનેશન સાથે જોડાયેલા દર્દીઓ માટે 3 બેડનું વિશેષ આઈસોલેશન આઈસીયુ પણ શરૂ કરવામાં આવ્યું છે. આ નવી સુવિધાઓથી કિડની અને ગંભીર બીમારીથી પીડાતા દર્દીઓને સારવાર માટે વધુ બેડ અને અદ્યતન તબીબી સુવિધાઓ ઉપલબ્ધ બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *