જુની માણેકવાડી વિસ્તારમાં ખંડણી,લૂંટને અંજામ આપનાર ૫ શખ્સો ઝડપાયા
સી ડિવિઝન પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીઓની ધડપકડ કરી
ભાવનગર શહેરના જૂની માણેકવાડી વિસ્તારમાં એક યુવાન પાસે એક લાખ રૂપિયાની ખંડણી માંગી ફરિયાદી યુવાન ના પિતા સાથે ઝપાઝપી કરી વાહનોની તોડફોડ કરી રૂપિયા ૩,૦૦૦/-બળઝબરી પૂર્વક પડાવી લેનાર પાંચ શખ્સો વિરુદ્ધ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેમાં પોલીસે ગણતરીના દિવસોમાં પાંચેય શખ્સોને ઝડપી લઇ તપાસ હાથ ધરી છે.
ભાવનગર શહેરના જૂની માણેકવાડી વિસ્તારમાં રહેતા શાહનવાજ રાઠોડ પાસે આજ વિસ્તારમાં રહેતા લખન કલા રાઠોડ એ જુની માણેકવાડી વિસ્તારમાં રહેવા દેવા માટે એક લાખ રૂપિયાની ખંડણી માંગી હતી અને ખંડણી આપવાનો વિરોધ કરતા ફરિયાદી ના પિતા સાથે પાંચ શખ્સોએ માથાકૂટ કરી હતી અને ફરિયાદી પાસેથી ₹3,000 બળજબરી પૂર્વક પડાવી લઈ વાહનોની તોડફોડ કરી નુકસાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ અંગે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેમાં ફરિયાદ આધારે પોલીસે ગણતરીના દિવસોમાં જ આરોપી લખન કલા રાઠોડ ઉંમર વર્ષ 33 રહે જૂની માણેકવાડી, સરફરાજ ઉર્ફે શકું મુસ્તાક શેખ ઉંમર વર્ષ 21 રહે જૂની માણેકવાડી, ગણેશ ઉર્ફે ગની રમેશ જાપડીયા ઉંમર વર્ષ 27 રહે તળાજા રોડ કાચના મંદિર પાસે, રોહિત ઉર્ફે તગારી રાજુ બાંભણીયા ઉંમર વર્ષ 32 રહે તળાજા રોડ કાચના મંદિર પાસે, અને ઓમ નિલેશ પટેલ ઉંમર વર્ષ 20 રહે મોખડાજી સર્કલ વાળાને ઝડપી લઇ તમામ આરોપીઓ પરથી પોલીસે ડોનગીરીનું ભૂત ઉતારી આગવી ઢબે સરભરા કરી વધુ તપાસ હાથ ધરી છે લોકોના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં અસામાજિક તત્વોનો લાંબા સમયથી ત્રાસ હોય સમગ્ર એરિયાને અસામાજિક તત્વોથી મુક્ત કરાવવા અને આવારા તત્વોને ઝેર કરવાની માંગ પ્રબળ બની છે.
