સુરતમાં હત્યાના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો
સુનિલ ઉર્ફે ગાવટી દિલીપ પાટીલની ધરપકડ
સુરતમાં ગુનાખોરી રોકવા માટે પોલીસ પેટ્રોલિંગ કરી રહી છે ત્યારે ચોક બજાર પોલીસે બાતમીના આધારે વેડરોડ પરથી ઓલપાડ પોલીસ મથકમાં હત્યાના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો હતો.
સુરતમાં વધી રહેલી ગુનાખોરી ડામવા સુરત પોલીસ કમિશનર દ્વારા અપાયેલા આદેશને લઈ ચોક બજાર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પી.આઈ. ચૌધરી અને પીએસઆઈ મકરાણીની ટીમના નીલેશ માયાને મળેલી બાતમીના આધારે વેડરોડ પર આવેલ વાળીનાથ ચોક પાસેથી ગત 22 જુલાઈ 2025ના રોજ ઓલપાડ પોલીસ મથકની હદમાં સોસક ગામની સીમમાં સંતોષ રામા કોકરે નામની ઈસમની હત્યા કરી ભાગી છુટેલા હત્યારા એવા મુળ મહારાષ્ટ્રનો અને હાલ વેડરોડ ખાતે રહેતા સુનિલ ઉર્ફે ગાવટી દિલીપ પાટીલને ઝડપી પાડી તેનો કબ્જો ઓલપાડ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.
