સુરતમાં પ્લાસ્ટિકના વેપારીની પુત્રવધૂએ જીવનનો અંત આણ્યો
સુભાષનગરના બંગલા નંબર 65 માં બની ઘટના
બંગલાના ત્રીજા માળે બેડરૂમમાં અંતિમ પગલું ભર્યું
સુરતનો પોશ વિસ્તાર સુભાષનગર અને અબજોનું ટર્નઓવર ધરાવતું હાર્મની યાર્ન્સનું સામ્રાજ્ય…બધું જ હતું, પણ કદાચ શાંતિ નહોતી…લગ્નના માત્ર 60 દિવસમાં જ ખ્યાતિ કેજરીવાલે આલીશાન બંગલાના ત્રીજા માળે કેમ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરતા સત્ય છુપાયેલું કોઈ ઊંડું રહસ્ય છે
સુરતના સુભાષનગરના બંગલા નંબર 65માં સન્નાટો છે. હાર્મની યાર્ન્સ જેવી પ્રતિષ્ઠિત કંપનીના માલિક કેજરીવાલ પરિવાર પર આભ તૂટી પડ્યું છે…21 એપ્રિલના રોજ આ જ બંગલામાં પ્લાસ્ટિકના દાણાના વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારની દીકરી અને કેજરીવાલ પરિવારની વહુ ખ્યાતિએ ગળેફાંસો ખાઈ લીધો હતો. ઘટનાની જાણ થતા જ ઓફિસ સ્ટાફ અને પરિવાર ખ્યાતિને સિવિલ હોસ્પિટલ લઈ દોડ્યા, પણ નસીબને કંઈક અલગ જ મંજૂર હતું…તબીબોએ ખ્યાતિ કેજરીવાલને મૃત જાહેર કરી…ઉમરા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો, પણ પોલીસના હાથમાં ન તો કોઈ સુસાઈડ નોટ આવી, ન તો કોઈ મોટું કારણ.. હવે પોલીસ તપાસમાં સમગ્ર હકીકત સામે આવશે. જે હાર્મની યાર્ન્સની સ્થાપના 1992 માં થઈ, જેનું કાપડ યુરોપ અને એશિયાના દેશોમાં નિકાસ થાય છે, તે આલીશાન સામ્રાજ્યની વહુને કઈ વાતનું દુઃખ હતું ?
પિયર પક્ષ પણ સધ્ધર અને સાસરી પક્ષ પણ નામચીન, છતાં આત્મહત્યા પાછળનું સચોટ કારણ હજુ પણ પાતાળમાં છે.
પરિવારના જણાવ્યા મુજબ, જમ્યા બાદ ખ્યાતિ આરામ કરવા રૂમમાં ગઈ હતી. સાંજ પડી છતાં રૂમ ન ખુલ્યો અને પતિને ફોન કરાયો પછી જ્યારે બીજી ચાવીથી રૂમ ખોલવામાં આવ્યો ત્યારે સામે જે દ્રશ્ય હતું તેણે પરિવારના પગ નીચેથી જમીન સરકાવી દીધી. દુપટ્ટાના ફાંસે ખ્યાતિની જિંદગી ઝૂલી રહી હતી. લગ્નના માત્ર 2 મહિનામાં જ ઉદ્યોગપતિની પુત્રવધૂએ જીવન ટૂંકાવતા ઉદ્યોગપતિના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે……કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
