ગુજરાતમાં ગૃહમંત્રીના પદ પર એક મહિલાને બેસાડવા જોઈએ
આપ ના પ્રદેશ મહિલા અધ્યક્ષ રેશમા પટેલના આક્ષેપો
ગુજરાતમાં મહિલાઓ પર દુષ્કર્મની ઘટનાઓમાં સતત વધારો
જૂનાગઢ આપ ના પ્રદેશ મહિલા અધ્યક્ષ રેશમા પટેલના ગૂહમંત્રી હર્ષ સંઘવી ઉપર ગંભીર આક્ષેપો
ગુજરાત સરકાર અને ગૃહમંત્રી હર્ષ સંઘવી મહિલા સુરક્ષાની મોટી મોટી વાતો કરે છે પણ વાસ્તવિકતા એ છે કે આજે ગુજરાતમાં મહિલાઓ સલામત નથી. ગુજરાતમાં મહિલાઓ પર દુષ્કર્મની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે અને જેના હાથમાં મહિલાઓની સુરક્ષાની જવાબદારી છે એ ગૃહમંત્રી માત્ર મોટી મોટી વાતો કરે છે પણ કામ કરતા નથી.ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તાત્કાલિક રાજીનામુ આપી દેવું જોઈએ અને ગૃહમંત્રીના પદ પર એક મહિલાને બેસાડવા જોઈએ જે મહિલાઓની વેદનાને સમજી શકે..
