આપના સોશિયલ મીડિયા એકાઉન્ટ સસ્પેન્ડ થતા ઈસુદાનની પ્રતિક્રિયા

Featured Video Play Icon
Spread the love

આપના સોશિયલ મીડિયા એકાઉન્ટ સસ્પેન્ડ થતા ઈસુદાનની પ્રતિક્રિયા
આપના ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સસ્પેન્ડ: ઈસુદાન ગઢવી
28 દિવસમાં 8 કરોડની રિચ અને વ્યૂ મળતા ભાજપ ડર્યું
ફેસબૂક પર 7,19,000 અને ઇન્સ્ટાગ્રામ પર 3,20,000 ફોલોવર

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ ગરમાયો છે ત્યારે આપ પાર્ટીના ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સસ્પેન્ડ થતા આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ભાજપ ઉપર આક્ષેપ કરતા પ્રતિક્રિયા આપી છે

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક અત્યંત ગંભીર મુદ્દા પર વીડિયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 28 દિવસમાં 8 કરોડની રિચ જોવા મળી. આમ લોકો જ્યારે પીડાઈ રહ્યા છે અને લોકોનો અવાજ આમ આદમી પાર્ટીના ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જોવા મળી રહ્યો છે તો આટલા મોટા રિસ્પોન્સ અને આટલા બધા વ્યૂઝ અને ચૂંટણીમાં મોટાપાયે પ્રચાર થઈ રહ્યો છે તો ભાજપ એટલું ડરી ગયું છે કે ભાજપના ઇશારે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર આમ આદમી પાર્ટીના જે ઓફિશિયલ એકાઉન્ટ હતા એને સસ્પેન્ડ કરાવી દેવામાં આવ્યા છે.

વધુમાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, જ્યારે લોકો પોતાનો અવાજ ઉઠાવવા માટે બહાર નથી આવી શકતા અને પોતાની પીડા સોશિયલ મીડિયા ઉપર ઠાલવતા હોય છે. ફેસબૂક પર 7,19,000 અને ઇન્સ્ટાગ્રામ પર 3,20,000 જેટલા ફોલોવર હતા. આ આમ આદમી હતા, સિસ્ટમથી પીડાઈ રહ્યા છે એવા લોકો હતા. આમ આદમી પાર્ટીના સોશિયલ મીડિયા એકાઉન્ટથી પણ ડરી જવું એ મને લાગી રહ્યું છે કે આમ આદમીની પહેલી જીત છે. પહેલા આમ આદમી પાર્ટીના નેતાઓને જેલમાં નાખ્યા અને હવે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ અસર જોવા મળી રહી છે. તો હું એટલું જ કહીશ કે હવે ગુજરાતની જનતા ખૂબ જ જાગૃત છે અને સમજદાર છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *