સુરતમાં કારના કાચ તોડી કાર ચાલકનુ ધ્યાન ભટકાવી ચોરી

Featured Video Play Icon
Spread the love

સુરતમાં કારના કાચ તોડી કાર ચાલકનુ ધ્યાન ભટકાવી ચોરી
ચોરી કરનાર ત્રીજી ગેંગના સગીર સહિત બેને ક્રાઈમ બ્રાન્ચે
શીવા ઉર્ફે પુષ્પા હનુમંતે ગાયકવાડ ઉર્ફે શટ્ટીને ઝડપ્યો

સુરતમાં કારના કાચ તોડી અને બોનેટ નીચે ઓઈલ ઢોળી કાર ચાલકનુ ધ્યાન ભટકાવી કારમાંથી કિંમતી ચીજ વસ્તુઓની ચોરી કરનાર ત્રીજી ગેંગના સગીર સહિત બેને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતાં.

સુરતમાં જાહેર રસ્તાઓ, સોસાયટીઓ કે ઘર બહાર પાર્ક કરેલ ફોર વ્હીલ કારના કાચ તોડી અથવા તો ગાડીના બોનેટ નીચે ઓઈલ નાંખી કાર ચાલક અને માલિકનો ધ્યાન ભટકાવી કારમાંથી કિંમતી ચીજ વસ્તુઓની ચોરીની બની રહેલી ઘટનાઓ વધતા સુરત પોલીસ કમિશનર દ્વારા આ ટોળકીને ઝડપી પાડવા આપેલી સુચનાને લઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમો મેદાને હતી ત્યારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે સુરતના ખટોદરા, અડાજણ અને કામરેજ તથા નવસારીમાં ચાર ગુનાઓ આચરનાર ત્રીજી ગેંગના શીવા ઉર્ફે પુષ્પા હનુમંતે ગાયકવાડ ઉર્ફે શટ્ટી અને એક બાળ કિશોરને ઝડપી પાડી તેઓ પાસેથી મોબાઈલ, રોકડા રૂપિયા, ઓઈલ સહિત 3 લાખની મત્તા કબ્જે કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *