સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીનો પ્રચાર પડઘમ શાંત
કલેકટર, પોલીસ કમિશનર અને એસપી દ્વારા પત્રકાર પરિષદ
આગામી 28 એપિલના રોજ સવારે મતગણતરી હાથ ધરાશે
સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીનો પ્રચાર પડઘમ શાંત થતા સુરત કલેકટર, પોલીસ કમિશનર અને એસપી દ્વારા પત્રકાર પરિષદ યોજી મતદાન અંગે માહિતી અપાઈ હતી.
સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ કલેકટર, સુરત પોલીસ કમિશનર અને એસપી દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી. અને આગામી 26 એપ્રિલના રોજ યોજાનાર મતદાન અંગે માહિતી અપાઈ હતી. પત્રકાર પરિષદમાં જણાવાયુ હતું કે 26મી એપ્રિલના રોજ સુરત મનપા, 4 નગર પાલિકા, સાથે જિલ્લા પંચાયતની 36 બેઠક, સુરત જિલ્લાની 11 તાલુકા પંચાયતની મળી 204 બેઠક માટે મતદાન થનાર છે. સવારના 7 કલાકથી સાંજના 6 કલાક સુધી મતદાન થશે. તો સુરત મનપાના 30 વોર્ડ માટે 483 ઉમેદવારો માટે મતદાન થશે. સુરતમાં પુરુષ મતદારોની સંખ્યા 13,02,941 અને મહિલા મતદારોની સંખ્યા 11,73,451 મળી કુલ 24,76,392 મતદારો છે. તો આકરી ગરમીને લઈ મતદાન મથકો ઉપર પાણી, મેડિકલ કીટ તેમજ અન્ય જરૂરી વસ્તુઓની વ્યવસ્થા રખાશે. સાથે આગામી 28 એપિલના રોજ સવારે મતગણતરી હાથ ધરાશે તેમ કહ્યુ હતું.
