દાહોદમાં શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ વાતાવરણમાં મતદાન માટે પોલીસ એક્શન

Featured Video Play Icon
Spread the love

દાહોદમાં શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ વાતાવરણમાં મતદાન માટે પોલીસ એક્શન
19 ચેકપોસ્ટ અને રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ
ચૂંટણી પ્રક્રિયા દરમિયાન દારૂ, હથિયારો કે શંકાસ્પદ રોકડની હેરાફેરી ઉપર નજર

સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે દાહોદ જિલ્લામાં શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ વાતાવરણમાં મતદાન યોજાય તે માટે જિલ્લા પોલીસ તંત્ર સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગયું છે.

દાહોદ જિલ્લો ભૌગોલિક રીતે રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરહદો સાથે જોડાયેલો હોવાથી, આંતરરાજ્ય સરહદો પરથી કોઈ અનિચ્છનીય પ્રવૃત્તિ ન થાય તે માટે પોલીસ દ્વારા અભેદ્ય કિલ્લેબંધી કરવામાં આવી છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન દારૂ, હથિયારો કે શંકાસ્પદ રોકડની હેરાફેરી અટકાવવા માટે પોલીસ દ્વારા જિલ્લાની સરહદો પર 19 જેટલી વ્યૂહાત્મક ચેકપોસ્ટો કાર્યરત કરવામાં આવી છે. અહીં પોલીસનો કાફલો રાઉન્ડ ધ ક્લોક એટલે કે 24 કલાક ફરજ બજાવી રહ્યો છે. ખાસ કરીને સરહદી વિસ્તારના અંદાજે 56 ગામોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવામાં આવી છે, જેથી બહારના તત્વો ચૂંટણીમાં કોઈ ખલેલ પહોંચાડી ન શકે. ટેકનોલોજી અને સઘન ચેકિંગ પોલીસ દ્વારા માત્ર મેન્યુઅલ ચેકિંગ જ નહીં, પરંતુ આધુનિક ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સરહદી વિસ્તારોમાં લગાવેલા CCTV કેમેરા દ્વારા કંટ્રોલ રૂમમાંથી 24 કલાક સર્વેલન્સ રાખવામાં આવી રહ્યું છે. દરેક આવતા-જતા વાહનનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જિલ્લા પોલીસ અને સ્થાનિક પોલીસના સંયુક્ત ઓપરેશન હેઠળ કાયમી ચેકપોસ્ટ ઉપરાંત ચૂંટણી માટે ખાસ કામચલાઉ નાકાઓ પણ ઉભા કરવામાં આવ્યા છે….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *