ભાવનગરમાં પોલીસની દાદાગીરી સામે થયેલી અરજીના મામલે કાર્યવાહી
ખાખી વર્દીનો રોફ બતાવી ગાળો આપ્યાના આરોપ
જાનથી મારી નાખવાની ધમકી આપ્યાના પણ આક્ષેપ
સમગ્ર મામલે ફરિયાદ બાદ આરોપીને પોલીસે ઝડપી પાડ્યો
ભાવનગરમાં ખાખી વર્દીનો રોફ બતાવી દાદાગીરી કરતા પોલીસ સામે થયેલી અરજીના મામલે આરોપી ઝડપાયો છે.
ડી ડિવિઝન પોલીસ સ્ટેશન સાથે સંકળાયેલા ભાવનગરમાં પોલીસની દાદાગીરીનો મામલો ફોન પર ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપનાર ફિરોજભાઈ ખટુબરા સામે ઇર્શાદ રફીકભાઈ ફતાણીએ લેખિત અરજી કરી હતી. ફરિયાદમાં ફોન પર અશ્લીલ ગાળો આપવા જાનથી મારી નાખવાની ધમકી આપવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં ધર્મના આધારે અપમાનજનક ટિપ્પણી કરી દાદાગીરી કરવામાં આવી હોવાનો પણ ફરિયાદીએ દાવો કર્યો હતો. સમગ્ર ફોન વાતચીતનું ઓડિયો રેકોર્ડિંગ હોવાનો દાવો પણ કરવામાં આવ્યો હતો. ત્યારે ગઈકાલે સામે આવેલા આ મામલે હવે આરોપી ઝડપાયો છે. આરોપી સામે ગંભીર આક્ષેપો અને ત્યારબાદ થયેલી ધરપકડને લઈને સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે…
