ભાવનગરના ગારીયાધારના ખાખરિયા ગામના પાંચ વર્ષ જૂના કેસમાં ચુકાદો

Featured Video Play Icon
Spread the love

ભાવનગરના ગારીયાધારના ખાખરિયા ગામના પાંચ વર્ષ જૂના કેસમાં ચુકાદો
15 વર્ષ 10 માસની સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપી દોષિત
આરોપી અશોકભાઈ ઉર્ફે ભોથીયો રાઠોડને 20 વર્ષની સખત કેદ
ભાવનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે સંભળાવ્યો ચુકાદો

ભાવનગરના ગારીયાધાર તાલુકાના ખાખરિયા ગામે પાંચ વર્ષ અગાઉ સગીરા પર દુષ્કર્મના કેસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. અદાલતે આરોપી અશોકભાઈ ઉર્ફે ભોથીયો ધનજીભાઈ રાઠોડને દોષિત ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત ભોગ બનનાર સગીરાને વિક્ટિમ કમ્પેન્સેશન એક્ટ હેઠળ ચાર લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ હુકમ કર્યો છે.

ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના ખાખરિયા ગામે વર્ષ 2021માં સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી હતી. ફરિયાદ મુજબ, આરોપી અશોકભાઈ ઉર્ફે ભોથીયો ધનજીભાઈ રાઠોડે 15 વર્ષ અને 10 માસની સગીરાને લલચાવી-ફોસલાવી તેના વાલીપણામાંથી અપહરણ કરી ભગાડી ગયો હતો. ત્યારબાદ સગીરાની ઉંમર અંગે જાણ હોવા છતાં તેની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે 25 મે, 2021ના રોજ ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં મુખ્ય આરોપી સહિત અન્ય એક શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે IPC અને પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ કેસ ભાવનગરની એડિશનલ સેશન્સ કોર્ટ અને સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી ગયો હતો. સરકારી વકીલ ગીતાબા પી. જાડેજા અને પ્રોસિક્યુશન એડવોકેટ પી.કે. બથવારની દલીલો, સાક્ષીઓ અને પુરાવાઓને ધ્યાને રાખીને સ્પેશિયલ પોક્સો જજ એન.જી. દવેએ આરોપી અશોકભાઈ ઉર્ફે ભોથીયો રાઠોડને દોષિત ઠેરવ્યો હતો. અદાલતે આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. સાથે જ ભોગ બનનાર સગીરાને ચાર લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *