દિવાળીની રોશની મુદ્દે મનપાનો નિર્ણય

Featured Video Play Icon
Spread the love

દિવાળીની રોશની મુદ્દે મનપાનો નિર્ણય
વીજ કટોકટી વચ્ચે સુરત મનપાનો મહત્વપૂર્ણ નિર્ણય
આ વર્ષે મનપાની એક પણ ઈમારત પર દિવાળીની રોશની નહીં થાય
શહેરના માત્ર 11 મુખ્ય બ્રિજ પર જ લાઈટિંગ કરાશે

રાજ્યમાં વીજ કટોકટીની સ્થિતિને ધ્યાનમાં રાખીને સુરત મહાનગર પાલિકા દ્વારા દિવાળીના તહેવારને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વખતે મનપાની એક પણ ઈમારત પર દિવાળીની રોશની કરવામાં નહીં આવે. માત્ર શહેરના 11 મુખ્ય બ્રિજ પર જ લાઈટિંગ કરવામાં આવશે.

દિવાળીના પર્વે સુરત શહેર રોશનીથી ઝળહળી ઊઠે છે, પરંતુ આ વખતે વીજ કટોકટીની સ્થિતિને ધ્યાનમાં રાખીને સુરત મહાનગર પાલિકાએ રોશનીના આયોજનમાં મોટો ફેરફાર કર્યો છે. આ વર્ષે સુરત મહાનગરપાલિકાની એક પણ ઈમારત પર દિવાળીની રોશની કરવામાં નહીં આવે. શહેરના મુખ્ય 11 બ્રિજ પર જ લાઈટિંગ કરવામાં આવશે. આ લાઈટિંગ પણ સાંજે 6 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી જ ચાલુ રાખવામાં આવશે. જોકે, દિવાળીના દિવસે રોશની આખી રાત ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *