હોટમિક્સના કચરામાં આગ લગાવનાર સામે કાર્યવાહી

Featured Video Play Icon
Spread the love

હોટમિક્સના કચરામાં આગ લગાવનાર સામે કાર્યવાહી
હોટમિક્સના કચરામાં આગ લાગવાની ઘટનાઓને લઈને મનપા એક્શન મોડમાં
જાહેર રસ્તા પર હોટમિક્સનો કચરો ફેંકનાર સામે કાર્યવાહી
કચરામાં આગ લગાવનાર સામે પોલીસ ફરિયાદ નોંધાવાશે

સુરતમાં હોટમિક્સના કચરામાં આગ લાગવાની ઘટનાઓને લઈને મહાનગર પાલિકા હવે એક્શન મોડમાં આવી હોય તેમ જાહેર રસ્તા પર હોટમિક્સનો કચરો ફેંકનાર કે તેમાં આગ લગાવનાર સામે હવે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવશે.

સુરતમાં હોટમિક્સના કચરાનો જાહેરમાં નિકાલ કરનારાઓની હવે ખેર નથી! કારણ કે સુરત શહેરમાં હોટમિક્સના કચરામાં આગ લાગવાની વારંવારની ઘટનાઓ બાદ સુરત મહાનગરપાલિકા હરકતમાં આવી છે. જાહેર રસ્તા પર હોટમિક્સનો કચરો ફેંકનાર અને તેમાં આગ લગાવનાર સામે હવે સીધી પોલીસ ફરિયાદ એટલે કે એફઆઈઆર નોંધાવવાની કાર્યવાહી કરાશે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજન પટેલે સ્પષ્ટ ચેતવણી આપતા જણાવ્યું છે કે હોટમિક્સના કચરાના નિકાલ માટે અગાઉ એક પ્લોટની વ્યવસ્થા હતી, જેની જગ્યાએ હવે ચારથી પાંચ પ્લોટ ફાળવવામાં આવ્યા છે. કચરો એકત્ર કરવા માટે વાહનોની સંખ્યા પણ બમણી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *