સુરત : ડીંડોલી વિસ્તારમાં થયેલી હત્યા મામલો
પોલીસે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રી કન્સ્ટ્રકશન કરાવાયુ
આખા વિસ્તારમાં હત્યારાઓ સામે રોષ જોવા મળ્યો
સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા પોલીસ સતત પેટ્રોલિંગ વધારી રહી છે ત્યારે સુરતના ડિંડોલીમાં નજીવી બાબતે પિતા પુત્ર પર હુમલો કરી પિતાની હત્યા કરનાર હત્યારાઓને ડિંડોલી પોલીસે ઝડપી પાડ્યા બાદ આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રી કન્સ્ટ્રકશન કરાવાયુ હતુ ત્યારે લોકોએ ભેગા થઈ આરોપીઓને ફાંસી આપોની માંગ કરી હતી.
સુરતમાં ઘણા સમયથી અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો છે. મારામારી સહિત હત્યાના પ્રયાસ અને હત્યા ગુનાઓમાં વધારો થતા પોલીસે પણ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે લાલ આંખ કરવાની સાથે પેટ્રોલિંગમાં વધારો કર્યો છે. ત્યારે ડિંડોલી વિસ્તારમાં પિતા-પુત્ર પર જીવલેણ હુમલો કરનાર પુત્રના મિત્રએ જ પિતાની હત્યા કરી નાંખી હતી જેને લઈ આખા વિસ્તારમાં હત્યારાઓ સામે રોષ જોવા મળ્યો હતો. તો પોલીસે પણ ત્વરિત તપાસ હાથ ધરી હત્યારાઓને ઝડપી પાડ્યા હતાં. જ્યારે હત્યારાઓને ઘટના સ્થળે લઈ જઈ પોલીસે ઘટનાનુ રિ કન્સ્ટ્રકશન કરાવ્યુ ત્યારે સ્થાનિકો પણ મોટી સંખ્યામાં ભેગા થયા હતાં. અને આરોપીઓને ફાંસી આપો, ફાંસી આપોના નારા લગાવ્યા હતાં.
