ભાવનગર યુનિવર્સિટી કેમ્પસમાં હુમલો
એબીવીપીના કોલેજ પ્રમુખ ઉપર હુમલો
વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈ ઉઠ્યા સવાલો
ભાવનગર યુનિવર્સિટી કેમ્પસમાં એબીવીપીના કોલેજ પ્રમુખ ઉપર હુમલો થતા વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈ ઉઠ્યા સવાલો
ભાવનગર કોલેજમાં અભ્યાસ કરતા 4 જેટલા વિધર્મી લોકોએ બે વિદ્યાર્થીઓ ઉપર હુમલો કર્યો હોવાની પોલીસ ફરીયાદ નોંધાઈ છે. વિઘાથીઓ વચ્ચે પાર્કિંગ મામલે બોલાચાલી થયેલ જેની દાઝ રાખીને વિધર્મી વિદ્યાર્થીઓ અને તેની સાથે રહેલા લોકોએ હુમલો કરાયો હોવાની ફરિયાદ નોંધાઈ. ૯ જુલાઈ એ પ્રિયરાજસિંહ પરમારને એક વિદ્યાર્થીઓ વચ્ચે પાર્કિંગ મામલે બોલાચાલી થઈ હતી. કોલેજના ટ્રસ્ટીએ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તાત્કાલિક ધોરણે વિધાર્થીઓ ઉપર લીધા પગલાં.
ABVP સહજાનંદ કોલેજ ના પ્રમુખ પ્રિયરાજસિંહ પરમાર અને તેના મિત્ર હર્ષ ચૌહાણ ઉપર હુમલો કરાયો આ હુમલામાં પ્રિયરાજસિંહ પરમાર, હર્ષ ચૌહાણ બંને વિદ્યાર્થીઓને ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, નિલમબાગ પોલીસએ ગુનો નોંધી 1 સગીર સહીત 2 વિધાર્થીઓ અને અન્ય 1 મળી 4 શખ્સોની અટકાયત કરી.સમગ્ર બનાવ ને લઈ બજરંગદળ,VHP, NSUI, ABVP સહિત ના સંગઠનો એ કોલેજ માં કરી ઉગ્ર રજુઆત
