પાંડેસરામાં બોગસ તબીબોનો પર્દાફાશ

Featured Video Play Icon
Spread the love

પાંડેસરામાં બોગસ તબીબોનો પર્દાફાશ
ડિગ્રી વગર સારવાર કરતા બે નકલી ડોક્ટરો ઝડપાયા,

સુરતના પાંડેસરા વિસ્તારમાં ડિગ્રી વગર ડોક્ટર બની લોકોની જિંદગી સાથે ચેડા કરતા બે બોગસ તબીબો ઝડપાયા છે. સુરત એસઓજીએ બે અલગ-અલગ ક્લિનિક પર દરોડા પાડી બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતાં.

સુરત એસઓજીની ટીમ નાયબ પોલીસ કમિશનર રાજદિપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ નકલી ડોક્ટરો સામે લાલ આંખ કરી બેઠી છે ત્યારે એસઓજીને મળેલી બાતમીના આધારે પાંડેસરા વિસ્તારમાં ડમી પેશન્ટ મોકલી તપાસ કરવામાં આવી હતી, જેમાં હકીકત સામે આવતા બે સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતાં. પાંડેસરાના વડોદ ગામની નામ વગરની ક્લિનિકમાંથી સુરેન્દ્ર ચંદ્રદેવ શાહ ઝડપાયો હતો જ્યાંથી અંદાજે 19 હજાર રૂપિયાની દવાઓ અને ઈન્જેક્શન જપ્ત કરાયા હતાં. જ્યારે પાંડેસરા ગણેશનગર પાસેની મમતા ક્લિનિકમાંથી રામકૃપાલ વિશ્વકર્મા ઝડપાયો હતો અને તેની પાસેથી અંદાજે 28 હજાર રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં બંનેએ ડોક્ટરની મદદમાં રહી સામાન્ય બીમારીઓની દવા આપવાનું શીખ્યા બાદ વર્ષોથી ક્લિનિક ચલાવ્યાની કબૂલાત કરી હોવાનું સામે આવ્યું છે. હાલ બંને વિરૂદ્ધ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *