ચુડા તાલુકાનાં મોજીદડ ગામે પીજીવીસીએલની ઘોર બેદરકારી

Featured Video Play Icon
Spread the love

ચુડા તાલુકાનાં મોજીદડ ગામે પીજીવીસીએલની ઘોર બેદરકારી
અકસ્માતમાં એક ખૂંટયાનું મોત થતા આશંકા,

ચુડા તાલુકાનાં મોજીદડ ગામે પીજીવીસીએલની ઘોર બેદરકારીના કારણે અકસ્માત સર્જાયો…અકસ્માતમાં એક ખૂંટયાનું મોત થતા આશંકા, જો હકિકત તો જીવદયાપ્રેમી શું કર છે એ એક સવાલ

ચુડા તાલુકાના મોજીદડ ગામે ચાલુ સિઝનના પ્રથમ વરસાદે જ જડેશ્વર મહાદેવ વિસ્તારમાં આવેલ વીજ ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કિટ થતાં ખુંટીયાનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું.. નોંધનીય છે કે મોજીદડના એક જાગૃત નાગરિક દ્વારા PGVCLનાં અધિકારીને ફોન કરી આ અંગે 15 દિવસ પહેલાં આ ટ્રાન્સફોર્મરમાં અર્થીંગ અને ડબલ પાવર બાબતે રજૂઆત કરી હોવા છતાં રજૂઆતને ધ્યાનમાં લેવામાં ન આવી હતી.એનો ઓડિયો વાયરલ કર્યો હતો.. પરંતુ પૂરતા પ્રમાણમાં કામગીરી નહીં થવાને કારણે ફરીવાર પણ શોર્ટ સર્કિટની ઘટના બની હતી..સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી ત્યારે સ્થાનિકો દ્વારા પીજીવીસીએલ ચુડાની ઓફિસે રજૂઆત કરવા ફોન કર્યો હતો પરંતુ અધિકારીઓ દ્વારા ફોન ઉપાડવાની તસ્દી લીધી ન હતી..

જડેશ્વર મહાદેવ વિસ્તારમાં પર આવેલા વીજ ટ્રાન્સફોર્મરમાં અચાનક સ્પાર્કિંગ શરૂ થતાં સ્થાનિક દુકાનદારો,રાહદારીઓ અને વાહનચાલકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો..ઘટનાના કારણે સમગ્ર વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં જ PGVCLની ટેકનિકલ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને વીજ પુરવઠો બંધ કરીને વીજ ટ્રાન્સફોર્મરમાં અર્થીંગની તપાસ સાથે જરૂરી મરામતની કામગીરી હાથ ધરી હતી….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *