સુરત ઉન પાટિયાના તિરુપતિ નગરમાં દુર્ઘટના બની

Featured Video Play Icon
Spread the love

સુરત ઉન પાટિયાના તિરુપતિ નગરમાં દુર્ઘટના બની
13 વર્ષનો કિશોર ત્રીજા માળેથી નીચે પટકાતા ઈજાગ્રસ્ત
લોખંડનો સળિયો કિશોરની ગરદનના ભાગમાં ઘૂસી ગયો

સુરત ઉન પાટિયાના તિરુપતિ નગરમાં માત્ર 13 વર્ષનો કિશોર ત્રીજા માળેથી નીચે પટકાતા લોખંડનો સળિયો કિશોરની ગરદનના ભાગમાં ઘૂસી ગયો હતો. અત્યંત ગંભીર હાલતમાં કિશોરને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

સુરતના ઉન પાટિયા સ્થિત તિરુપતિ નગરમાં ગંભીર અકસ્માતની ઘટના બની હતી. વાત એમ છે કે મૂળ બિહારનો 13 વર્ષીય નાઝીસ સ્થાનિક મદ્રેસામાં અભ્યાસ કરતો હોય અને સાંજે મદ્રેસા છૂટ્યા બાદ કિશોર મિત્રો સાથે મસ્જિદના ત્રીજા માળે રમવા ગયો હતો. આ દરમિયાન બાજુમાં આવેલી નિર્માણાધીન બિલ્ડિંગ તરફ કૂદવાનો પ્રયાસ કરતા કિશોર નીચે પટકાયો હતો. કિશોર નીચે પડતાં નિર્માણાધીન સ્થળે રહેલો લોખંડનો સળિયો તેની ગરદનના ભાગમાં ઘૂસી ગયો હતો. ઘટનાને પગલે આસપાસના લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી.

સ્થાનિક લોકોની મદદથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત કિશોરને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલ કિશોરની સ્થિતિ અત્યંત ગંભીર હોવાનું સામે આવ્યું છે અને તબીબોની ટીમ દ્વારા તેની સારવાર કરવામાં આવી રહી છે. નિર્માણાધીન સ્થળે સલામતીના જરૂરી પગલાં લેવાયા હતા કે નહીં અને અકસ્માત કેવી રીતે બન્યો તે અંગે પણ તપાસ જરૂરી બની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *