સુરતની રાંદેર પોલીસે બુટલેગરની ધરપકડ કરી
રામનગરમાં દરોડા પાડી દારૂનો જથ્થો પકડ્યો
કુખ્યાત બુટલેગરના ઘરમાંથી લાખોનો દારૂનો જથ્થો
સુરતની રાંદેર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે રામનગરમાં દરોડા પાડી કુખ્યાત બુટલેગરના ઘરમાંથી લાખોનો દારૂનો જથ્થો ઝડપી પાડી બુટલેગરની ધરપકડ કરી હતી.
સુરત પોલીસ દ્વારા હાલ ડ્રાય ડ્રાઈવ હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે સુરતની રાંદેર પોલીસે બાતમીના આધારે રામનગર વિસ્તારમાં રહેતા બુટલેગર મનુ ઉર્ફે મોન્ટુ રાધેશ્યામ સહનીના આનંદ મંગલ સોસાયટીના ઘરે દરોડા પાડ્યા હતાં. દરોડા દરમિયાન ઘરમાંથી લાખોની કિંમતની અંદાજે 5500 વિદેશી દારૂની બોટલો અને 360 જેટલી બીયરની બોટલો મળી આવી હતી. પોલીસે 14.27 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. દારૂનો આટલો મોટો જથ્થો ઘરમાંથી મળી આવતા પોલીસે કુખ્યાત બુટલેગર મનુ સહાનીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. તહેવારો પહેલા રાંદેર પોલીસની આ મોટી કાર્યવાહીને કારણે દારૂના બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે.
