સુરતની સચીન જીઆઈડીસી પોલીસના જુગારધામ પર દરોડા
જુગાર રમતા 2 જુગારીઓને ઝડપી પાડ્યા
12 જુગારીઓ ભાગી છુટવામાં સફળ રહ્યા
સુરતની સચીન જીઆઈડીસી પોલીસે બાતમીના આધારે જુગારધામ પર દરોડા પાડી ત્યાંથી જુગાર રમતા 2 જુગારીઓને ઝડપી પાડી લાખોની મત્તા કબ્જે કરી હતી. જ્યારે 12 જુગારીઓ ભાગી છુટવામાં સફળ રહ્યા હતાં.
સુરતમાં દારૂ અને જુગારની પ્રવૃત્તિને નેસ્ત નાબુદ કરવા પોલીસ મેદાને છે ત્યારે સુરતની સચીન જીઆઈડીસી પોલીસે જુગારધામ પર દરોડા પાડ્યા હતાં. સચીન જીઆઈડીસી પોલીસની ટીમે બાતમીના આધારે સચીન જીઆઈડીસી બુડીયાગામ હવેલી ફળીયુ ખાતે દરોડા પાડી ત્યાંથી જુગાર રમતા બે જુગારીઓ જીજ્ઞેશ ઉર્પે જીગો પટેલ અને હર્ષદ ઉર્ફે હસો પટેલને ઝડપી પાડ્યા હતા જ્યારે 12 જેટલા જુગારીઓ ભાગી છુટતા તેઓને વોન્ટેડ જાહેર કરાયા હતાં તો પોલીસે સ્થળ પરથી કાર, મોપેડ અને રોકડા રૂપિયા સહિત 16 લાખ 82 હજારથી વધુની મત્તા કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
