સુરતના વરાછા વિસ્તારમાં ટ્રાફિક પોલીસ દ્વારા લાલ આંખ
ખાનગી બસો પર લાલ આંખ કરાઈ
આર 1 ટ્રાફિક પોલીસે અનેક બસોને દંડ ફટકાર્યો
સુરતના વરાછા વિસ્તારમાં ટ્રાફિક પોલીસ દ્વારા ખાનગી બસો પર લાલ આંખ કરાઈ હોય તેમ આર 1 ટ્રાફિક પોલીસે અનેક બસોને દંડ ફટકાર્યો હતો.
સુરતમાં ટ્રાફિકની સમસ્યા દુર કરવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા પ્રાઇવેટ બસો પર કરી લાલ આંખ કરી છે. ત્યારે વરાછા વિસ્તારમાં આર 1 ટ્રાફિક પોલીસ દ્વારા અનેક બસોને દંડ ફટકારવામાં આવ્યો હતો. જેમાં નો એન્ટ્રીમાં આવેલ 25 બસને દંડ ફટકારવાની સાથે સમય પહેલા આવેલી તમામ બસોને ઊભી રાખી મેમો ફાડીને 10 વાગ્યે છોડવામાં આવી હતી. તો સુરત ટ્રાફિક પોલીસની કામગીરીની લોકોએ સરાહના કરી હતી.
