ભાવનગરમાં ઈદે મિલાદુન્નબીનો તહેવાર શાનદાર રીતે ઉજવાયેલ.

Featured Video Play Icon
Spread the love

આજરોજ ઈસ્લામનાં મહાન પયગંબર હઝરત મહંમદ સાહેબ (સ.અ.વ.)નાં જન્મદિવસ નિમિત્તે ઈદે મિલાદુન્નબી તરીકે ઉજવવામાં આવે છે.

આ પ્રસંગે કસ્બા અંજુમને ઈસ્લામ તરફથી એક ઝુલુસનું આયોજન કરવામાં આવેલ. આ ઝુલુસ વર્ષોથી પરંપરાગત રીતે કાઢવામાં આવે છે. આ ઝુલુસ આજે સવારે ૮-૦૦ કલાકે પીર મહંમદશાહબાપુની વાડી, ચાવડીગેટથી રવાના થયેલ. આ ઝુલુસને ભાવનગરનાં ડેપ્યુટી મેયર અશોકભાઈ બારૈયા, સીટી ડીવાયએસપી સિંઘાલ સાહેબ તથા તમામ ડીવીઝનનાં પી.આઈ. સાહેબશ્રીઓ તથા કોર્પોરેટર જેતુનબેન રાઠોડ તેમજ તમામ મુસ્લીમ સમાજનાં આગેવાનો ઉપસ્થિત રહયા હતા. આ ઝુલુસ શહેરનાં રાજમાર્ગો ઉપર ફરી બપોરે ૨-૦૦ કલાકે શેલારશા ચોક ખાતે પુરૂ થયેલ. આ ઝુલુસને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં પૂર્વ પ્રમુખ શક્તિસિંહજી ગોહિલ, રાજય સરકારનાં કેબીનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ શુભેચ્છા પાઠવેલ છે તેમજ આઈ.જી.પી. રાજેન્દ્ર અસારી સાહેબ, એસ.પી.શ્રી નીતીશ પાડે સાહેબે પણ શુભેચ્છા પાઠવેલ, તેમજ એક અખબારી યાદીમાં કસ્બા અંજુમને ઈસ્લમનાં પ્રમુખ મહેબુબભાઈ (ટીણાભાઈ)એ જણાવેલ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *