સુરત શહેરને ડ્રગ્સમુક્ત બનાવવા અભિયાન

Featured Video Play Icon
Spread the love

સુરત શહેરને ડ્રગ્સમુક્ત બનાવવા અભિયાન
એનડીપીએસ કાયદા હેઠળ રેડ, તપાસ અને કાયદાકીય પ્રક્રિયા
150 થી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને વિશેષ તાલીમ

સુરત શહેરને ડ્રગ્સમુક્ત બનાવવા માટે સુરત પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાનને વધુ અસરકારક બનાવવામાં આવી રહ્યું છે. એનડીપીએસ કાયદા હેઠળ રેડ, તપાસ અને કાયદાકીય પ્રક્રિયા અંગે 150 થી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને વિશેષ તાલીમ આપવામાં આવી હતી.

સુરત શહેરને ડ્રગ્સમુક્ત બનાવવા માટે પોલીસનું નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન વધુ તેજ બનાવવામાં આવ્યું છે. ડ્રગ્સના સપ્લાય અને નશીલા પદાર્થોના નેટવર્કને કાબૂમાં લેવા માટે સુરત પોલીસ દ્વારા એનડીપીએસ કાયદા હેઠળની કાર્યવાહી અંગે વિશેષ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્ચાર્જ પોલીસ કમિશનર વાબાગ જમિરના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ તાલીમ કાર્યક્રમમાં 150થી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ ભાગ લીધો હતો. એનડીપીએસ હેઠળ રેડ અને તપાસ દરમિયાન આવતી મુશ્કેલીઓ, કાયદાની જોગવાઈઓ અને કેસમાં યોગ્ય કાયદાકીય પ્રક્રિયા અંગે પોલીસને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કતારગામ પોલીસ સ્ટેશનના ઓડિટોરિયમ હોલ ખાતે યોજાયેલા સેશનમાં એનડીપીએસ કેસના સરકારી વકીલો દ્વારા ડ્રગ્સના સપ્લાય નેટવર્કની તપાસ કેવી રીતે કરવી તે અંગે માહિતી આપવામાં આવી હતી. આરોપીઓના મોબાઇલ નંબર, સંપર્કો, વેબસાઇટ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિની ચકાસણીથી લઈને ડ્રગ્સ ક્યાંથી મંગાવવામાં આવે છે અને કોને સપ્લાય કરવામાં આવે છે, તે અંગે તપાસના મહત્વના મુદ્દાઓ સમજાવવામાં આવ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *