સુરતમાં આગામી તહેવારોને લઈને પોલીસ તંત્ર સતર્ક
ઈદ-એ-મિલાદ, રક્ષાબંધન અને ગણેશ આગમન
ભેસ્તાન પોલીસ સ્ટેશન દ્વારા ફૂટ પેટ્રોલિંગ અને મેગા કોમ્બિંગ
સુરતમાં આગામી તહેવારોને લઈને પોલીસ તંત્ર સતર્ક બન્યું હોય તેમ ઈદ-એ-મિલાદ, રક્ષાબંધન અને ગણેશ આગમનને ધ્યાનમાં રાખીને ભેસ્તાન પોલીસ સ્ટેશન દ્વારા ફૂટ પેટ્રોલિંગ અને મેગા કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
સુરતમાં આગામી તહેવારોને લઈને પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી હોય તેમ ઈદ-એ-મિલાદ, રક્ષાબંધન અને ગણેશ આગમનને ધ્યાનમાં રાખીને ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે ફૂટ પેટ્રોલિંગ અને મેગા કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીસીપી ઝોન 6 પરમારના માર્ગદર્શન હેઠળ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની ટીમો દ્વારા વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
મેગા કોમ્બિંગ દરમિયાન સંવેદનશીલ વિસ્તારોમાં શંકાસ્પદ વ્યક્તિઓ અને પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં આવી હતી. આગામી તહેવારો દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શહેરમાં શાંતિ તથા કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા આગોતરા આયોજન કરવામાં આવ્યું છે.
