સુરતની મહિધરપુરા પોલીસે ભાગી છુટેલા રીઢાઓને ઝડપી પાડ્યા
રીઢાઓ સુમુલ ડેરી રોડ પર આવેલા ઓફિસમાંથી રોકડની ચોરી કરી હતી
સુરતની મહિધરપુરા પોલીસે બાતમીના આધારે સુમુલ ડેરી રોડ પર આવેલા ઓફિસમાંથી રોકડની ચોરી કરી ભાગી છુટેલા રીઢાઓને ઝડપી પાડ્યા હતાં.
સુરતની મહિધરપુરા પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે બે દિવસ પહેલા રાત્રીના સમયે મહિધરપુરા સુમુલ ડેરી રોડ પર આવેલ સરદાર નગર સોસાયટીમાં આવેલ કર્મા ટેકનોલોજી નામની ઓફીસેથી રોકડ 4 લાખ 98 હજારથી વધુની ચોરી કરી ભાગી છુટેલા ચાર રીઢા ચોરો રાજુ શેખ, રફીક શેખ, દલેદ ખાન અને શકીલ શેખને ઝડપી પાડ્યા હતાં અને તમામ પાસેથી ચોરીમાં ગયેલ રોકડા રૂપિયા તથા મોબાઈલ સહિત ની મત્તા કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
