સુરતમાં બેટરી ચોર ઝડપાયો

Featured Video Play Icon
Spread the love

સુરતમાં બેટરી ચોર ઝડપાયો
પોલીસે આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા
પોલીસે આરોપીઓ પાસેથી લાખોના મત્તા કબ્જે કર્યા

ઉત્રાણ પોલીસ મથકની હદમાંથી બેટરીની ચોરી કરનાર રીઢાઓને પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યા હતાં.

સુરતની ઉત્રાણ પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે મોટા વરાછા ગોપીનગામ રિંડરોડ પાસેથી રીક્ષા લઈ પસાર થતા ત્રણ રીઢાઓ મુબારક ઉર્ફે કેરીગાળો પટેલ, એઝાઝ ઉર્ફે ઈલીયાસ ડભોયા અને સલમાન ઉર્ફે ટાલ પટેલને ઝડપી પાડ્યા હતા અને તેઓની રીક્ષાની ઝડતી લેતા તેમાંથી બેટરીઓ મળી આવી હતી જે અંગે પોલીસે પુછપરછ કરતા રીઢાઓએ બેટરીઓ ઉત્રા પોલીસ મથકની હદમાંથી ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. પોલીસે રીઢાઓ પાસેથી ચોરાયેલી બેટરીઓ, રીક્ષા સહિત લાખોની મત્તા કબ્જે કરી તમામ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *