સુરત જિલ્લાના કામરેજથી મહત્વના સમાચાર સામે આવ્યા છે

Featured Video Play Icon
Spread the love

સુરત જિલ્લાના કામરેજથી મહત્વના સમાચાર સામે આવ્યા છે
કામરેજ સુગર ફેક્ટરીના નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે.
કામરેજ સુગર ફેક્ટરીના પ્રમુખ તરીકે અશ્વિન પટેલ,
જ્યારે ઉપપ્રમુખ તરીકે છાયાબેન ગોહિલની બિનહરીફ વરણી કરવામાં આવી

સુરત જિલ્લાના કામરેજથી મહત્વના સમાચાર સામે આવ્યા છે કામરેજ સુગર ફેક્ટરીના નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. કામરેજ સુગર ફેક્ટરીના પ્રમુખ તરીકે અશ્વિન પટેલ, જ્યારે ઉપપ્રમુખ તરીકે છાયાબેન ગોહિલની બિનહરીફ વરણી કરવામાં આવી છે.

કામરેજ સુગર ફેક્ટરીના બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણી બાદ આજે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ભાજપના મેન્ડેટ મુજબ પ્રમુખ અને ઉપપ્રમુખના નામની પસંદગી કરવામાં આવી હતી. પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં નવા પ્રમુખ તરીકે અશ્વિન પટેલ અને ઉપપ્રમુખ તરીકે છાયાબેન ગોહિલના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. ખાસ વાત એ છે કે કામરેજ સુગર ફેક્ટરીના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ મહિલાને ઉપપ્રમુખનું સ્થાન મળ્યું છે. છાયાબેન ગોહિલની વરણી થતાં સભાસદોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો.વરણીના પ્રસંગે સુગર ફેક્ટરીની બહાર મોટી સંખ્યામાં સભાસદો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આમ, કામરેજ સુગર ફેક્ટરીને અશ્વિન પટેલના રૂપમાં નવા પ્રમુખ અને છાયાબેન ગોહિલના રૂપમાં પ્રથમ મહિલા ઉપપ્રમુખ મળ્યા છે. હવે નવા પ્રમુખ-ઉપપ્રમુખના નેતૃત્વમાં સુગર ફેક્ટરીના આગામી નિર્ણયો અને કામગીરી પર સૌની નજર રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *