30 વર્ષથી ફરાર આજીવન કેદી ઓડિશાથી ઝડપાયો

Featured Video Play Icon
Spread the love

30 વર્ષથી ફરાર આજીવન કેદી ઓડિશાથી ઝડપાયો
ડિંકી ભુજવાલા હત્યા કેસનો ફરાર આરોપી ઝડપાયો
30 વર્ષ બાદ હત્યાકાંડનો આરોપી ક્રાઈમ બ્રાન્ચની પકડમાં
વચગાળાના જામીન પર ફરાર આરોપી ઓડિશાથી ઝડપાયો

વર્ષ 1994માં કરાટે બ્લેક બેલ્ટ ચેમ્પિયન ડિંકી ભુજવાલા હત્યાકાંડમાં આજીવનકેદની સજા પામેલો અને 30 વર્ષથી વચગાળાના જામીન પર ફરાર થયેલા આરોપીને ઓડિશાથી ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.

સુરત પોલીસ કમિશનર દ્વારા નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા આપેલી સુચનાને લઈ અધિક પોલીસ કમિશનર ક્રાઈમના માર્ગદર્શન હેઠળ લાંબા સમયથી પેરોલ જમ્પ, વચગાળા જામીન પરથી ફરાર તેમજ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા ટીમ મેદાને હતી ત્યારે વાહન ચોરી સ્કવોડની ટીમે બાતમીના આધારે વર્ષ 1994માં સુરતના ચકચારી કરાટે બ્લેક બેલ્ટ ચેમ્પિયન ડિંકી ભુજવાલા હત્યાકાંડમાં આજીવન કેદની સજા પામેલો આરપી પ્રમોદ ખદાલ સ્વાઈ વર્ષ 1997માં વચગાળાના જામીન મેળવી ભાગી ગયો હોય જે હાલ ઓઢિશાના રાઉરકૈલામાં હોવાની માહિતી મળતા ક્રાઈમ બ્રાન્ચે ઓડીશા ખાતે જઈ ત્યાંથી આરોપીને ઝડપી પાડી સુરત લાવી તેનો કબ્જો લાજપોર જેલને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *