વડનગરમાં વિસનગર અને સાબરકાંઠાના ચાંદીપુરાના દર્દી સારવાર હેઠળ.

Featured Video Play Icon
Spread the love

વડનગરમાં વિસનગર અને સાબરકાંઠાના ચાંદીપુરાના દર્દી સારવાર હેઠળ.
ચાંદીપુરા વાયરસના 3 કેસમાંથી એક દર્દી પોઝિટિવ.
જીએમઇઆરએસ હોસ્પિટલમાં દર્દીઓ સારવાર હેઠળ.

રાજ્યમાં હવે ચાંદીપુરા વાયરસે માથું ઊંચક્યું છે. ગુજરાતના જુદા-જુદા વિસ્તારોમાં આ વાયરસના શંકાસ્પદ અને પોઝિટિવ કેસો સામે આવતા જ આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે.

સરકાર તરફથી મળતી સત્તાવાર માહિતી અનુસાર, અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના કારણે રાજ્યમાં ત્રણ માસૂમ બાળકોના મોત નીપજ્યા છે, જ્યારે એક બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને વડનગરની હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે. ચાંદીપુરા વાયરસના લક્ષણો ધરાવતા જે બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, તેમાંથી ત્રણ બાળકોના મોત થયા છે. જેમાં વડોદરાના ગોધરાથી બે બાળકને સારવાર અર્થે દાખલ કરાયા હતા, જેમના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા. આ જ રીતે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં રાજસ્થાનના એક બાળકને દાખલ કરવામાં આવ્યું હતું, આ બાળકનો રિપોર્ટ પણ પોઝિટિવ આવતા તેનું પણ કમકમાટીભર્યું મોત થયું છે.

હાલમાં વિસનગરના એક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ બાળકને વધુ સારવાર માટે વડનગર હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યું છે, જ્યાં ડૉક્ટરોની દેખરેખ હેઠળ તેની સઘન સારવાર ચાલી રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા અન્ય શંકાસ્પદ કેસો શોધવા માટે અલગ-અલગ વિસ્તારોમાં સઘન સ્ક્રીનિંગની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. આ જીવલેણ વાયરસને આગળ વધતો અટકાવવા માટે 2024માં જ્યાં-જ્યાં પણ ચાંદીપુરા વાયરસના કેસો નોંધાયા હતા, તેવા તમામ 61 પ્લેસ પર ફરીથી સઘન સર્વે અને દવાઓનો છંટકાવ કરવા માટે તંત્રને કડક આદેશ આપી દેવામાં આવ્યા છે. સેન્ડફ્લાય નામની માખી આ વાયરસ ફેલાવવા માટે મુખ્ય વાહક જવાબદાર માનવામાં આવે છે. ગોધરા અને અન્ય અસરગ્રસ્ત વિસ્તારોમાંથી પણ આ માખી મળી આવી હોવાથી તે વિસ્તારોમાં જંતુનાશક દવાઓનો ઉપયોગ વધારાયો છે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *