યુપી ના રાજ્યપાલ આનંદીબેનના નિવેદનનો મામલો

Featured Video Play Icon
Spread the love

યુપી ના રાજ્યપાલ આનંદીબેનના નિવેદનનો મામલો
ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલનું નિવેદન.
પ્રેમ કરવો પાપ નથી, ખોટા પાત્રથી બચો

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી પાટીદાર સિંગરો દ્વારા કરવામાં આવેલા પ્રેમલગ્ન પાટીદાર સમાજમાં ચર્ચાનો વિષય બન્યા છે. ત્યારે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ દ્વારા પોતાના જન્મદિવસે પ્રેમ અને પ્રેમલગ્નને લઈ સૂચક નિવેદન આપ્યું હતું.

ખોડલધામના ચેરમેન નરેશ પેટેલે કહ્યું કે, પ્રેમ કરવો એ પાપ નથી. પરંતુ, લગ્ન માતાપિતાની સહમતીથી થાય એ જરુરી છે. ખાસ કરીને સિંગર મુદ્દે કહ્યું કે, સિંગર હોય તો તેને લત્તા મંગેશકરને આઈડોલ બનાવવા જોઈએ. જેથી કોઈ પ્રશ્ન નહીં રહે. ભાવનગરની પ્રિયા મોરડીયા, સુરતની આરતી સાંગાણી,સુરતની રિદ્ધી રાજપરા, કિંજલ દવે, કિંજલ રબારી અને કાજલ મહેરિયાના પ્રેમસંબંધ, મૈત્રીકરાર અને પ્રેમલગ્નના કારણે સામાજિક લેવલે અને સોશિયલ મીડિયામાં ભારે વિવાદ સર્જાયો હતો. વિવાદ એટલો વકર્યો હતો કે ગુજરાત સરકારે નિયમોમાં ફેરફાર કરવાની ફરજ પડી હતી.

પાટીદાર સમાજની દીકરી આરતી સાંગાણીનો લવમેરેજનો વિવાદ હજી તો માંડ શાંત પડ્યો હતો ત્યાં જ સુરત પાટીદાર સમાજમાંથી વધુ એક સિંગરે લવમેરેજ કરી લેતા વિવાદ સર્જાયો હતો. સુરતની પાટીદાર સમાજની ઉભરતી લોકગાયિકા રિદ્ધિ રાજપરાએ મ્યુઝિક રિધમ આર્ટિસ્ટ જયેશ વાઘેલા સાથે ભાગીને લગ્ન કરી લેતા સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. આ ઘટનાને પગલે પાટીદાર અગ્રણીઓ દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું હતુ અને રિદ્ધિ રાજપરાનો સ્ટેજ પર ‘નો એન્ટ્રી’ સાથે બહિષ્કાર કરવાની અપીલ કરવામાં આવી હતી. આ વિવાદ વચ્ચે સુરતના અગ્રણી પાટીદાર લોકગાયકો પણ મેદાને આવ્યા હતા અને તેમણે વાલીઓને ચોંકાવનારી અપીલ કરતા કહ્યું હતું કે, પાટીદાર સમાજમાં દીકરીઓને સિંગર ન બનાવવી જોઈએ, અહીં દીકરીઓએ માત્ર ભોગ જ બનવું પડે છે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *