સુરતમાં ભારે વરસાદ બાદ ખાડીના ગંદા પાણીનો કહેર

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ભારે વરસાદ બાદ ખાડીના ગંદા પાણીનો કહેર
વેપારીના ગોડાઉનમાં લાખો રૂપિયાનું અનાજ પાણીમાં પલળ્યું
20 વર્ષની સતત મહેનત અને જીવનભરની કમાણી પાણીમાં

સુરતમાં ભારે વરસાદ બાદ ખાડીના ગંદા પાણીનો કહેર હવે વેપારીઓ પર તૂટી પડ્યો છે. એક વેપારીના ગોડાઉનમાં લાખો રૂપિયાનું અનાજ પાણીમાં પલળી જતાં ભારે નુકસાન થયું છે. ગટરના ગંદા પાણીના કારણે અનાજમાંથી દુર્ગંધ આવવા લાગી છે, જ્યારે 20 વર્ષની મહેનત પળવારમાં બરબાદ થઈ જતાં વેપારી પોતાની વેદના વ્યક્ત કરતાં ભાવુક બની ગયો હતો.

સુરતમાં વરસાદ બાદ ખાડીના પાણી ભરાવાની ગંભીર સ્થિતિ વચ્ચે અનેક વેપારીઓને ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે. એક વેપારીના ગોડાઉનમાં વરસાદી અને ગટરના ગંદા પાણી ઘૂસી જતાં લાખો રૂપિયાનું અનાજ પાણીમાં પલળી ગયું હતું. ગંદા પાણીના કારણે અનાજમાંથી દુર્ગંધ આવવા લાગી છે અને આખો જથ્થો નકામો બનવાની સ્થિતિમાં છે. વેપારીએ જણાવ્યા મુજબ 20 વર્ષની સતત મહેનત અને જીવનભરની કમાણીથી ઉભો કરેલો વેપાર હવે ખાડીના પૂરના કારણે બરબાદ થઈ ગયો છે. પોતાની વેદના વ્યક્ત કરતાં વેપારીની આંખોમાંથી આંસુઓ પણ સરકી પડ્યા હતાં. ખાડીના પાણીથી માત્ર માલસામાન જ નહીં, પરંતુ વેપારીઓના સપનાઓ અને મહેનત પર પણ પાણી ફરી વળ્યું છે. હવે અસરગ્રસ્ત વેપારીઓ તાત્કાલિક સહાય અને યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *