સુરતમાં હત્યનાના ગુનામાં ફરાર આરોપી 17 વર્ષે ઝડપાયો
ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપીને મહારાષ્ટ્રના મુંબઈથી પકડ્યો
બીસુ બારીક જોગીન્દર બારીકને મુંબઈ ઝડપી પાડ્યો
વર્ષ 2008માં ઓલપાડ પોલીસ મથકમાં નોંધાયેલા હત્યાના ગુનામાં છેલ્લા 17 વર્ષથી નાસતા ફરતા આરોપીને મહારાષ્ટ્રના મુંબઈથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે.
સુરત પોલીસ કમિશનર દ્વારા શહેરમાં લાંબા સમયથી ગંભીર ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપી હોય જેને લઈ સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઈની સુચના મુજબ ક્રાઈમ બ્રાન્ચની એન્ટી ઓર્ગેનાઈઝ ક્રાઈમ સ્કોર્ડની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે ઓલપાડ પોલીસ મથકમાં વર્ષ 2008માં નોંધાયેલા હત્યાના ગુનામાં નાસતા ફરતા આરોપી એવા મુળ ઓરિસ્સાનો અન હાલ મહારાષ્ટ્રના મુંબઈમાં રહેતા બીસુ બારીક જોગીન્દર બારીકને મુંબઈ ઝડપી પાડ્યો હતો. આરોપીએ વર્ષ 2008માં મૃતક કાર્તિક નામના ઈસમના કારણે બોબીન ભરવાના કામ છુટી જતા જેના તેની અદાવત રાખી તેની સાથે ઝઘડો કરી તેની હત્યા કરી ભાગી છુટ્યો હતો. હાલ તો ક્રાઈમ બ્રાન્ચે હત્યારાનો કબ્જો ઓલપાડ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.