માંડવીમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ.
માંડવી પોલીસ ખાતે ડીવાયએસપીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
બેઠકમાં અનેક મહાનુભવીઓ અને પત્રકાર મિત્રો હાજર રહ્યા
માંડવી પોલીસ ખાતે ડી.વાયએસપીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ.
માંડવી પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી વનાર ની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાબકરી ઈદ ના તહેવાર માટે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું .જેના અનુસંધાને તમામ આગેવાનો તથા વ્યાપારીઓને જરૂર સૂચનાઓ આપવામાં આવી હતી. અને નાગરિક તરફથી જે સૂચનોની નોંધ કરવામાં આવી હતી તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને શાંતિપૂર્ણ માહોલમાં તહેવારની ઉજવણી થાય તેવી સૂચના આપવામાં આવી હતી. આ પ્રસંગે પીઆઇ એ એસ ચૌહાણ તત્કાલી નગર ભાજપ પ્રમુખ નીતિનભાઈ શુક્લ, કારોબારી અધ્યક્ષ કિરીટભાઈ પટેલ, માંડવી નગર ભાજપ ઉપપ્રમુખ ઇશ્વરભાઇ સોલંકી, બાંધકામ સમિતિનાચેરમેન રજનાબેન મરાથે ,સાહિનબેન, રસીદ ખાન પઠાણ,મુસ્લિમ સમાજના બિરાધરો ઇમરાન કુરેશી તેમજ યુસુફભાઈ મુલતાની તથા પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.