નર્મદાના બારખાડી-કમોદિયા ગામમાં આદિવાસી ખેડૂતને ઢોર માર માર્યો
વન વિભાગના કર્મચારીઓએ આદિવાસી ખેડૂતને ઢોર માર માર્યો
વનકર્મીઓએ અટકાવી અમાનુષી અત્યાચાર ગુજાર્યો હોવાનો આક્ષેપ
નર્મદા જિલ્લામાં આદિવાસી ખેડૂતને વન વિભાગના કર્મચારીઓએ માર માર્યાનો આક્ષેપ, સાંસદ મનસુખ વસાવાની રજૂઆત બાદ ત્રણ કર્મચારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
નર્મદા જિલ્લામાં ઉનાળાની સિઝન શરૂ થતા આદિવાસી ખેડૂતો ચોમાસાની ખેતી માટે પોતાના ખેતરોની સાફ-સફાઈ અને ખેડાણની કામગીરીમાં લાગી ગયા છે. ખાસ કરીને જંગલ વિસ્તારને અડીને આવેલા ગામોમાં ખેતી અને વનવિભાગ વચ્ચેનો વિવાદ ફરી ચર્ચામાં આવ્યો છે. તાજેતરમાં નાંદોદ તાલુકાના બારખાડી-કમોદીયા ગામે એક આદિવાસી ખેડૂત ખેતરમાં કામ કરી રહ્યો હતો ત્યારે વનવિભાગના કર્મચારીઓ દ્વારા તેને રોકવામાં આવ્યો હોવાનો અને માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. ઘટના બાદ પીડિત ખેડૂત પોતાના દીકરાને સાથે લઈને સાંસદ મનસુખ વસાવા પાસે રજૂઆત કરવા પહોંચ્યા હતા. તેને જે ઢોરમાં માર્યો છે તેના નિશાન પણ સાંસદને બતાવ્યા હતા. ત્યારે સાંસદ પણ ગુસ્સે થયા હતા. સાંસદ મનસુખ વસાવાએ પોલીસને પત્ર લખ્યો હતો, ત્યારબાદ પોલીસે વન વિભાગના ત્રણ કર્મચારીઓ સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વન કર્મચારીઓના આવી અમાનુષી અત્યાચારને લઈને રજૂઆત દરમિયાન સાંસદ મનસુખ વસાવા પણ વનવિભાગની કામગીરીને લઈને અકળાયા હતા અને વન વિભાગના કર્મચારીઓ રાક્ષસી પ્રવૃત્તિ ધરાવે છે, જેવા આક્ષેપ પણ કર્યા હતા. ખેડૂતોનો આક્ષેપ છે કે વર્ષોથી ખેતી કરતા જમીન વિસ્તારમાં હવે વનવિભાગ દ્વારા દખલ કરી ખેતીના કામમાં અવરોધ ઉભો કરવામાં આવે છે. ત્યારે તેમની ફરિયાદ બાબતે સાંસદ મનસુખ વસાવાએ પોલીસને પત્ર લખ્યો લખ્યો હતો….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
