સુરત સર્કિટ હાઉસ ખાતે ખાડી પૂરને લઇ બેઠક મળી
કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની અધ્યક્ષ સ્થાને બેઠક મળી
બેઠકમાં ખાડીપૂરની સમસ્યા નિવારવા બાબતે ચર્ચા કરવામાં કરાઈ
સુરતમાં દર ચોમાસાના દરમિયાન આવતા ખાડી પુરની સ્થિતિને નિવારવા માટે સરકાર એકશનમાં આવી હોય તેમ સર્કીટ હાઉસ ખાતે કેન્દ્રીય જળ શક્તિ મંત્રીની અધ્યક્ષતામાં હાઈ લેવની બેઠક યોજાઈ હતી.
દર વર્ષે ચોમાસા દરમિયાન સુરતમાં પાણી ભરાવવાની સાથે ખાડી પુરની સ્થિતિ સર્જાઈ છે. જેને નિવારવા માટે સરકાર એકશનમાં આવી ગઈ હોય તેમ લાગી રહ્યુ છે. ત્યારે શનિવારના રોજ સુરત સર્કિટ હાઉસ ખાતે હાઈ લેવલની બેઠકનું આયોજન કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલની અધ્યક્ષમાં કરાયુ હતું. જેમાં સુરત મંત્રીઓ સાથે તમામ ધારાસભ્યો અને અધિકારીઓ હાજર રહ્યા હતાં. પાલિકાના અધિકારીઓ અને કલેકટર વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા અને કાયમી નિકાલ થાય તે માટે પ્રયાસ કરવા માટેનુ આયોજન કરાયુ હતું.