સુરતની વરાછા પોલીસે વેશપલ્ટો કરી બે આરોપીઓને પકડી પાડયો
પોલીસે રાજસ્થાનથી આંગઢીયા ચોરીના બે આરોપીઓને પકડી પાડયો
બળવંત બલ્લુ નેનસીંગ રાજપુત અને ભવાનસિંહ ભમાશા તનસિંગ રાજપુતની ધરપકડ
સુરતી વરાછા પોલીસે વેશપલ્ટો કરી રાજસ્થાનથી આંગઢીયા ચોરીના બે આરોપીઓને લાખોના હિરાના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન, નાયબ પોલીસ કમિશનર ઝોન વન અને મદદનીશ પોલીસ કમિશનર બી ડીવીઝનની સુચના મુજબ વરાછા પી.આઈ. આર.બી. ગોજીયા અને સેકન્ડ પી.આઈ. એચ.બી. પટેલની ટીમના પી.એસ.આઈ. એ.જી. પરમાર અને વી.ડી. માળીના સ્ટાફના અનાર્મ હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ દેહાભાઈ અને લાલાભાઈ ભોપાભાઈ તથા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ સંદિપ ગેમાભાઈએ બાતમીના આધારે વરાછા પોલીસ મથકમાં નોંધાયેલા આંગઢીયા ચોરીના બે આરોપીઓ બળવંત ઉર્ફે બલ્લુ નેનસીંગ રાજપુત અને ભવાનસિંહ ઉર્ફે ભમાશા તનસિંગ રાજપુતને વેશ પલ્ટો કરી ઝડપી પાડ્યા હતાં. અને બન્નેને ઝડપી પાડી તેઓ પાસેથી 15 લાખ 56 હજારની કિંમતના આંગઢીયા ચોરીના હિરાનો મુદ્દામાલ કબ્જે કરી તેઓને સુરત લાવી તેઓની ધરપકડ કરી હતી.