સુરત : ઊંચા વળતરની લાલચ આપી લોકોને ખંખેરતી સાયબર ગેંગનો પર્દાફાશ
બેંક ખાતાં સામે 26 રાજ્યમાં ફરિયાદ,દુબઈથી નેટવર્ક ચાલતું
ગ્રાહકોને આકર્ષવા દમન થાઈલેન્ડમાં પાર્ટી આપતા હતા
ખોટી કંપનીઓ ઉભી કરી લોકોને શેર માર્ખેટમાં ઈન્વેસ્ટમેન્ટ કરવાથી સારૂ વળતર મળશે તેવી લોભામણી વાતો કરી રૂપિયા મેળવી દુબઈથી ઠગાઈ આચરતી ટોળકીનું સુરત સાયબર ક્રાઈમની ટીમે પર્દાફાશ કર્યા છે.
સુરત સાયબર ક્રાઈમ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગત 21મી જુનના રોજ ઉત્રાણ ખાતે આવેલ વી.આઈ.પી. સર્ખલ પાસેના પ્રગતિ આઈ.ટી. પાર્કની આઈવી ટ્રેડ એટલે કે ઈનોવેટીવ ટ્રેડ ઓફીસમાં દરોડા પડાયા હતાં જ્યાંથી જાણવા મળ્યુ હતું કે આ રેકેટ રાજકોટ રીંગરોડ ખાતે આવેલ ધ સ્પાયર ટુની સ્કાય ગ્રોથ વેલ્થ મેનેજમેન્ટની ઓફિસથી ચાલે છે જેથી ત્યાં દરોડટા પાડ્યા હતાં. જ્યાંથી તપાસ દરમિયાન સામે આવ્યુ હતુ કે ભારતીય નાગરિકોને ઉંચા રોકાણની લોભ લાલચ આપી કોઈ પણ જાતના વેલીડ લાયસન્સ વગર ઈન્વેસ્ટમેન્ટના નામે છેતરપીંડીથી ઓનલાઈન તેમજ આંગઢીયા મારફતે નાણાકીય વ્યવહારો કરાવી મલ્ટી લેવલ માર્કેટીંગ સ્કીમમાં રોકાણ કરાવી તથા આ નાણાં ફેરવવા તેમજ સાયબર ક્રાઈમ આચરવા માટે ખોટી કંપનીઓ ઉભી કરી હોવાનુ સામે આવ્યુ હતું. જેને લઈ સાયબર ક્રાઈમની ટીમે ગુનો નોંધી ટોળકીના ત્રણ આરોપીઓ ભાવનગરના ડેનીશ ઉર્ફે હેમલ ડાયાલાલ ધાનક, જયસુખ રામજી પટોળીયા અને યશકુમાર કાળુ પટોળીયાને ઝડપી પાડ્યા હતાં.