સુરતમાં દારૂનો જથ્થો આપનાર ઝડપાયો
એલસીબી ઝોન વનની ટીમે કિરીટ રમેશની ધરપકડ કરી
ઝડપાયેલો આરોપી અગાઉ પણ અનેક ગુનાઓમાં ઝડપાયો
સુરતના કાપોદ્રા પોલીસ મથકની હદમાં ઝડપાયેલા લાખોના દારૂના ગુનામાં દારૂનો જથ્થો આપનાર આરોપીને એલસીબી ઝોન વન ની ટીમે ઝડપી પાડ્યો છે.
સુરત પોલીસ કમિશનર અને ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન તથા નાયબ પોલીસ કમિશનરની સૂચના મુજબ એલસીબી વન ની ટીમ પેટ્રોલિંગમાં હતી અને નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી હતી ત્યારે એલસીબી ઝોન વન ની ટીમના અનાર્મ હેડ કોન્સ્ટેબલ હરીસિંહ ભગવાનભાઇ તથા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ આનંદભાઇ રાજેન્દ્રભાઈની બાતમીના આધારે કાપોદ્રા પોલીસ મથકની હદમાં ઝડપાયેલા સાત લાખથી વધુના દારૂના જથ્થાના ગુનામાં દારૂનો જથ્થો આપનાર મુખ્ય આરોપી એવા મૂળ અમરેલી નો અને હાલ યોગીચોક ખાતે રહેતા કિરીટ રમેશ શિરોયા ને ઝડપી પાડ્યો હતો અને તેનો કબજો કાપોદ્રા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી. વધુમાં ઝડપાયેલો આરોપી અગાઉ પણ અનેક ગુનાઓમાં ઝડપાયો હોવાનું સામે આવ્યું છે.