અમરેલીના ધારીમાં વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમો અંગે માહિતી અપાઈ
ઝાટકિયા હાઈસ્કૂલ ખાતે ચલાલા પોલીસ સ્ટેશન દ્વારા માહિતી અપાઈ
કાર્યક્રમમાં વિધાર્થીઓ સહીત અનેક લોકો હાજર રહ્યા હતા
ધારીના ગોપાલગ્રામ ગામે ઝાટકિયા હાઈસ્કૂલ ખાતે ચલાલા પોલીસ સ્ટેશન દ્વારા ટ્રાફિકના નિયમોનું અંગેની વિદ્યાર્થીઓને માહિતી આપી વિધાર્થીઓ સહિત લોકો ઉપસ્થિત રહ્યા..
અમરેલી ધારી તાલુકાના ગોપાલગ્રામ ગામે આવેલ ઓ.પી. ઝાટકિયા હાઈસ્કૂલ ખાતે ચલાલા પોલીસ સ્ટેશન દ્વારા સાઇબર ક્રાઇમ વિશે તેમજ ટ્રાફિકના નિયમો અંગેની શાળાના વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા ઓ.પી. ઝાટકિયા હાઈસ્કૂલ દ્વારા વાલી મીટીંગનું પણ આયોજન કરવામાં આવ્યું જેમાં પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર વસૈયા સૂચના મુજબ કાર્યક્રમનું આયોજન ભગીરથ ધાધલ રવિ વાળા દ્વારા કરવામાં આવેલ જેમાં શાળાના શિક્ષકો અને ટ્રસ્ટી પ્રતાપ વાળા ઉપસ્થિત રહ્યા સમગ્ર આયોજન મીલીયન કંપનીના માલિક મિલન ઝાટકિયાની સુચના મુજબ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ….