માંડવીમાં સોનગઢના નિયુક્ત થયેલ સરપંચઓનો સન્માન સમારંભ યોજાયો.
કોંગ્રેસ પાર્ટીના તથા બીટીએસ પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા.
માંડવીના ઓડિટોરિયમ હોલ ખાતે આજરોજ 157 વિધાનસભાના નવનિયુક્ત સરપંચશ્રીઓનો સન્માન સંભારમ યોજાયો હતો .આ કાર્યક્રમ રાજ્યકક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતિ ના અધ્યક્ષ અને યોજાયો હતો
જેમાં બારડોલી લોકસભાના સાંસદ પ્રભુભાઈ વસાવા દ્વારા નવા ચૂંટાયેલા તમામ સરપંચઓને આવકારી અભિનંદન પાઠવ્યા હતા તેમજ કોંગ્રેસ પાર્ટીના તથા BTS પાર્ટીમાંથી ભાજપમાં જોડાયેલ તમામ કાર્યકરોને આવકાર્યા હતા. સુરત જિલ્લા ભાજપ મહામંત્રી જીગરભાઈ નાયક તથા ઝોન પ્રભારી જિલ્લા ભાજપ મહામંત્રી રાજેશભાઈ પટેલ દ્વારા તમામ ચૂંટાયેલા સરપંચ શ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા અને પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષ કુંવરજીભાઈ હળપતિએ તમામ વિજેતા થયેલ તેમજ સમરસ તથા બિનહરીફ થયેલ સરપંચ શ્રી ઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા .અને સ્મૃતિભેટ આપી સન્માનિત કર્યા હતા. તેમજ કોંગ્રેસ તથા BTS પાર્ટી છોડી આવેલ તમામ કાર્યકરોને ભાજપનો ભગવો ખેસ પહેરાવી આવકાર્યા હતા અને સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે સુરત જિલ્લા મંત્રી ડો. આશિષભાઈ ઉપાધ્યાય, માંડવી નગર ભાજપ પ્રમુખ પ્રિતેશભાઈ રાવળ તાલુકા ભાજપ પ્રમુખ અનિલભાઈ ચૌધરી, પાલિકા પ્રમુખ નિમેષભાઈ શાહ, મહામંત્રી શ્રી ઓ શાલીનભાઈ શાહ, વિજયભાઈ પટેલ, અલ્પેશભાઈ પટેલ તથા તમામ ગામોના ચૂંટાયેલા સરપંચશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા અંતે આભાર વિધિ તાલુકા ભાજપ મહામંત્રી છનાભાઇ વસાવા એ કરી હતી.